સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના DA પર મોટો નિર્ણય લઈ શકે છે. સરકારે અગાઉ ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. માનવામાં આવે છે કે 1 માર્ચે યોજાનારી કેબિનેટની બેઠકમાં સરકાર DAમાં વધારા અંગે નિર્ણય લઈ શકે છે. મોંઘવારી ભથ્થું 38% થી વધીને 42% થશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.